Updates

PMFBY Enrolment Process for New Farmer

ચેનલો

  • બેન્કો
  • સીએસસી- વીએલઈસેન્ટરો
  • પોસ્ટ ઓફિસ
  • અધિકૃતચેનલ ભાગીદારો
  • પીએમએફબીવાય પોર્ટલ

નોંધણી પ્રક્રિયા

લોન લેનાર ખેડૂતો

વ્યાખ્યા કરેલી એફઆઈ પાસેથી સૂચિત પાક માટે ટૂંકા ગાળાની મોસમી કૃષિ કામગીરીઓ (એસએઓ) લોન / કેસીસી (કિસાન ક્રેડિટ કાર્ડ) મંજૂરી ધરાવતા બધા ખેડૂતો. ખેડૂતોની નોંધણી એનસીઆઈપી પોર્ટલ થકી એફઆઈ દ્વારા કરાશે.

લોન નહીં લેનારા ખેડ઼ૂતો

ખેડૂતો કટ-ઓફફ તારીખમાં નજીકની બેન્કની શાખા / સીએસસી / વીમા કંપનીની અધિકૃત ચેનલ ભાગીદારનો સંપર્ક કરી શકે, મુકરર ફોર્મેટમાં પ્રસ્તાવ ફોર્મ સંપૂર્ણ ભરો, ફોર્મ સુપરત કરો અને આવશ્યક પ્રીમિયમ બેન્કની શાખા / વીમા મધ્યસ્થી / સીએસસી પાસે જમા કરાવો અને તે સાથે વીમા માટે પ્રસ્તાવિત વાવણી કરેલી જમીન / પાક (દા.ત. માલિકી / ભાડૂતી / વાવણીના અધિકાર)માં તેના વીમાક્ષમ હિત સંબંધમાં જરૂરી દસ્તાવેજી પુરાવા સુપરત કરો. ખેડૂતોને જારી વટહુકમને આધારે કોઈ પણ ચોક્કસ રાજ્યમાં આવશ્યક હોય તો વધારાની વિગતો આપવા પૂછવામાં આવી શકે છે.

ખેડૂતો રક્ષણ ચાહતા હોય તેમણે નિયુક્ત બેન્કની શાખામાં ખાતું ખોલાવવું / ચલાવવું જોઈએ અને પ્રસ્તાવ ફોર્મમાં વિગતો આપવી જોઈએ.

વીમા પ્રસ્તાવો વટહુકમમાં જાહેર કર્યા મુજબ નિર્ધારિત કટ-ઓફફ તારીખ સુધી જ સ્વીકારાય છે.

ખેડૂતોએ પ્રસ્તાવમાં તેમની જમીનનો ઓળખ નંબર ઉલ્લેખ કરવો જોઈએ અને વાવણીક્ષમ જમીનના કબજા સંબંધમાં દસ્તાવેજી પુરાવા આફવા જોઈએ. ખેડૂતે ક્ષેત્રમાં વાવણી કર્યાને સમર્થન આપતું પ્રમાણપત્ર પણ આપવું જોઈએ.