Updates

વિહંગાવલોકન

કૃષિ સર્વ ક્ષેત્રોને એકત્રિત કરીએ તેનાથી પણ ભારતમાં વધુ લોકોને આજીવિકા પૂરી પાડે છે. કૃષિ ઉત્પાદનો અનિશ્ચિત હવામાન, વિશાળ વરસાદી ક્ષેત્રો, જંતુઓ અને રોગોની ઘટનાઓ વગેરેનાં જોખમોને લીધે બહુ અસ્થિર છે. પાક વીમો આવા ઘણા બધા અણદેખીતા નુકસાન સામે ખેડૂતોને વ્યાપક રક્ષણ પૂરું પાડે છે. પાક વીમો કૃષિ ક્ષેત્રમાં જોખમો, જેમ કે, ધરતીકંપ, સુનામી, તોફાન, પૂર, ભૂસ્ખલન, વાવાઝોડું અને દુકાળ વગેરે જેવાં કૃષિ ક્ષેત્રમાં જોખમોમાંથી બહાર આપવા માટે મહત્ત્વપૂર્ણ જોખમ દૂર કરતુંસાધન છે.

ભારત મુખ્યત્વે કૃષિલક્ષી દેશ છે, જ્યાં ખેડૂતો રાષ્ટ્રનો આધાર છે. એપ્રિલ 2016માં ભારત સરકારે અગાઉની વીમા યોજનાઓ રાષ્ટ્રીય કૃષિ વી યોજના (એનએઆઈએસ), હવામાન આધારિત પાક વીમા યોજના અને સુધારિત રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના (એમએનએઆઈએસ)ને પાછી ખેંચ્યા પછી પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના (પીએમએફબીવાય) લોન્ચ કરી હતી.

આમ, હાલમાં પીએમએફબીવાય ભારતમાં કૃષિ વીમા માટે સરકારની ફ્લેગશિપ યોજના છે. વધતી જાગૃતિ અને ઓછા ખેડૂત પ્રીમિયમ દરો થકી યોજનાનું લક્ષ્ય ભારતમાં પાક વીમાની પહોંચ વધારવાનું લક્ષ્ય છે.

યોજના વિશે

પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના (પીએમએફબીવાય)નું લક્ષ્ય નિમ્નલિખિત રીતે કૃષિ ક્ષેત્રમાં સક્ષમ ઉત્પાદનને ટેકો આપવાનું છેઃ

  • અણધાર્યા સંજોગો/ઘટનાને કારણે ખેડૂતોને પાક નુકસાનીથી જે આર્થિક નુકસાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવો.
  • ખેડૂતોની આવક સ્થિર રાખવી, જેથી તેઓ ખેતી વ્યવસાય ક્ષેત્રે ટકી રહે.
  • ખેડૂતોને ખેતી માટે આધુનિક અને નવીન ટેક્નિક અપનાવવા પ્રોત્સાહન આપવું.
  • કૃષિ ક્ષેત્રમાં ધિરાણ /નાણાંનો પ્રવાહ જાળવી રાખવો, જે ખાદ્ય સુરક્ષા, પાકની વિવિધતા અને વિકાસની વૃદ્ધિ અને કૃષિ ક્ષેત્રમાં હરીફાઈ તેમ જ ખેડૂતોને ઉત્પાદનનાં જોખમો સામે રક્ષણ આપવા માટે ફાળો આપશે.
હેતુઓ

I. ખેડૂતને રક્ષણ

  • સૂચિત ક્ષેત્રમાં સૂચિત પાક ઉગાડતા શેરક્રોપર્સ અને ભાડૂત ખેડૂતો સહિત બધા ખેડૂતો રક્ષણ માટે પાત્ર છે. બધા ખેડૂતોને યોજનાની જોગવાઈઓ અનુસાર વીમા રક્ષણનો આગ્રહ રાખવાનું ફરજિયાત છે.
  • ખેડૂતોએ વીમિત પાક અને જમીન માટે વીમાક્ષમ હિત ધરાવવું જોઈએ।
  • યોજનાનું લક્ષ્ય પછાત જાતિ (એસસી) /પછાત જમાતી (એસટી) /મહિલા ખેડૂતોને મહત્તમ રક્ષણ અપાવવાનું છે.
  • ખેડૂતોએ જો શેરક્રોપર્સ /ભાડૂત ખેડૂતો હોય તો રાજ્યમાં પ્રવર્તમાન જમીનની નોંધ (અધિકારની નોંધ (આરઓઆપર), જમીનના કબજાનું પ્રમાણપત્ર (એલપીસી વગેરે) અને /અથવા સંબંધિત રાજ્ય સરકાર દ્વારા સૂચિત/મંજૂર લાગુ કરાર /કરારની વિગતો/અન્ય દસ્તાવેજોના જરૂરી દસ્તાવેજી પુરાવા સુપરત કરવાનું આવશ્યક છે અને તેની વટહુકમમાં જ સંબંધિત રાજ્યો દ્વારા વ્યાખ્યા કરવી જોઈએ. આવા ખેડૂતોએ આધાર નંબર અને પાકની વાવણી/વાવણી કરવાનો પાક વિશે ઘોષણા મહત્ત્વપૂર્ણ રીતે સુપરત કરવાનું પણ આવશ્યક છે.
  • પાક યોજનામાં કોઈ પણ ફેરફાર હોય તો વાવણીના એક સપ્તાહમાં નજીકની કોઈ પણ બેન્કની શાખા /પીએસીએસ/ અધિકૃત ચેનલ ભાગીદાર /વીમા કંપનીના વીમા મધ્યસ્થીના ધ્યાનમાં લાવવો જોઈએ.
  • ખેડૂતે એક જ સ્રોતમાંથી જમીનનાટુકડામાં વાવણી કરેલા/વાવણી કરવાનું પ્રસ્તાવિત સૂચિત પાક(કો) માટે વીમા રક્ષણ મેળવવાની ખાતરી રાખવી જોઈએ. ડુપ્લિકેટ અથવા ડબલ વીમો મંજૂર નથી અને આવા કિસ્સામાં ખેડૂત રક્ષણ માટે પાત્ર નહીં બનશે. વીમા કંપની આવા બધા દાવાઓ નકારવાનો અબાધિત અધિકાર ધરાવે છે અને આવા કિસ્સામાં પ્રીમિયમોનું રિફંડ પણ નહીં કરાશે. કંપની આવા ખેડૂતો સામે કાનૂની પગલાં પણ લઈ શકે છેઃ

II આવરી લેવાયેલા પાકો:

  • ધાન્ય પાકો (અનાજ, બાજરી, કઠોળ)
  • તેલીબિયાં
  • વાર્ષિક વાણિજ્યિક /વાર્ષિક બાગાયતી પાકો

III. જોખમ રક્ષણઃ :

  • મૂળ રક્ષણઃ

    યોજના હેઠળ મૂળ રક્ષણ ઊભા પાક (વાવણીથી લણણી સુધી) માટે ઊપજના નુકસાનના જોખમને આવરી લે છે. આ વ્યાપક જોખમ વીમો બિન-નિવાર્યક્ષમ જોખમો, જેમ કે, દુકાળ, સૂકો કાળ, પૂર, પ્રચંડ પૂર, વ્યાપક જંતુ અને રોગનો હુમલો, ભૂસ્ખલન, વીજ ત્રાટકતા નૈસર્ગિક આગ, વાવાઝોડું, તોફાન અને પ્રચંડ તોફાનને લીધે ક્ષેત્ર આધારિત અભિગમ પર ઊપજના નુકસાનને આવરી લેવા માટે પૂરો પાડવામાં આવે છે.
  • એડ-ઓન રક્ષણઃ

    ફરજિયાત મૂળભૂત રક્ષણ ઉપરાંત રાજ્ય સરકાર/કેન્દ્ર શાસિત પ્રદેશો પાક વીમા પર રાજ્ય સ્તરીય સમન્વય સમિતિ (એસએલસીસીસીઆઈ) સાથે સલાહમસલત કરીને પાકના નિમ્નલિખિત તબક્કા અને પાકને નુકસાન કરતૌં જોખમોને આવરી લેવા માટે તેમના રાજ્યમાં ચોક્કસ પાક /ક્ષેત્રની જરૂરતોને આધારે નિમ્નલિખિત કોઈ પણ અથવા બધાં એડ-ઓન રક્ષણ પસંદ કરી શકે છેઃ
નિવારેલું વાવણી /રોપણી/અંકુરણ જોખમ મધ્ય-મોસમની માઠી સ્થિતિ લણણી પશ્ચાત નુકસાન સ્થાનિક આપત્તિઓ હિંસ્ર જનાવરો દ્વારા હુમલાને લીધે પાકને નુકસાન માટે એડ-ઓન રક્ષણ
વીમિત જગ્યાને ઓછો વરસાદ અથવા માઠી મોસમ/હવામાનની સ્તિતિઓને લીધે વાવણી/ રોપણી /અંકુરણથી નિવારાય છે. પાકની મોસમ દરમિયાન માઠી મોસમી સ્થિતિના સંજોગોમાં નુકસાન, એટલે કે, પૂર, દીર્ઘ સમય સૂકો કાળ અને તીર્વ દુકાળ, જ્યાં મોસમ દરમિયાન અપેક્ષિત ઊપજ સામાન્ય ઊપજ કરતાં 50 ટકાથી ઓછી થવાની શક્યતા હોય છે. આ એડ-ઓન રક્ષણ આવું જોખમ ઉદભવવાના સંજોગોમાં વીમિત ખેડૂતોને તુરંત રાહત માટે જોગવાઈ આપે છે. રક્ષણ વાવાઝોડું, તોફાન, તોફાની વરસાદ અને કમોસમી વરસાદની ચોક્કસ આપત્તિઓ સામે લણણી પછી ખેતીમાં તે જગ્યામાં પાકની આવશ્યકતાને આધારે કાપેલી અને પ્રસરાવેલી/નાના ઢગલા બનાવીને આવશ્યક સૂકવેલી સ્થિતિ માટે લણણીથી બે સપ્તાહના મહત્તમ સમયગાળા માટે જ રક્ષણ ઉપલબ્ધ છે. ઓળખક્ષમ સ્થાનિક જોખમો વાવાઝોડું, તોફાન, વાદળ ફાટવું અને વીજળી પડવાથી નૈસર્ગિક આગ લાગીને સૂચિત જગ્યામાં એકલ ખેતીઓને અસર કરે તેવી ઘટના ઉદભવવાથી પરિણમનારા સૂચિત વીમિત પાકને નુકસાન/હાનિ. જ્યાં ધારેલું જોખમ પૂરતું હોય અને ઓળખક્ષમ હોય ત્યાં હિંસ્ર જનાવરો દજ્વારા હુમલાને લીધે પાકના નુકસાન માટે એડ-ઓન રક્ષણ પૂરું પાડવાનું રાજ્યો વિચારી શકે છે. એડ-ઓન રક્ષણ ખેડૂતો માટે વૈકલ્પિક રહેશે અને લાગુ નજીવું પ્રીમિયમ ખેડૂતે ભોગવવાનું રહેશે. જોકે રાજ્ય સરકારો જ્યાં પણ સૂચિત હોય ત્યાં આ રક્ષણ પર વધારાની સબસિડી પૂરી પાડવાનું વિચારી શકે છે.

સામાન્ય રીતે આવરી લેવામાં નહીં આવનાર બાબતો:

  • યુદ્ધ અને પરમાણુ (Nuclear)નાં જોખમ, જાણીબૂજીને બદઈરાદે કરાયેલા નુકસાન અને અન્ય અટકાવી શકાય તેવાં જોખમો આ યોજના હેઠળ આવરી લેવામાં નહીં આવે.

ઈન્ડેમ્નિટી લેવલ (આઈએલ) અને થ્રેસહોલ્ડ યિલ્ડ (ટીવાય):

  • ઈન્ડેમ્નિટીની ત્રણ લેવલ, એટલે કે, ક્ષેત્રોમાં પાકના જોખમ માટે અનુષંગી 70 ટકા, 80 ટકા અને 90 ટકા બધા પાક માટે ઉપલબ્ધ થશે.
  • થ્રેસહોલ્ડ યિલ્ડ (ટીવાય) વીમા યુનિટમાં બધા વીમિત ખેડૂતે આપવામાં આવી શકે તે વીમા રક્ષણની બેન્ચમાર્ક ઊપજની સપાટી રહેશે.
  • વીમા યુનિટમાં પાક માટે થ્રેસહોલ્ડ ઊપજ છેલ્લાં વર્ષની સરેરાશ ઊપજને આધારે રહેશે, જેમાં, જો કોઈ હોય તો, આપત્તિ જાહેર કર્યાનાં બે વર્ષ, ક્ષેત્રની ઈન્ડેમ્નિટીની સપાટી દ્વારા ગુણાંકે અપવાદ છે.

પ્રીમિયમ દરો- PMFBY હેઠળ અમલીકરણ એજન્સી (IA) દ્વારા એક્યુરિયલ પ્રીમિયમ દર (APR) લાગુ પાડવામાં આવશે. ખેડૂતો દ્વારા ચૂકવવાપાત્ર પ્રીમિયમનો દર નીચે મુજબનો રહેશે:

ઋતુપાક ખેડૂત દ્વારા ચૂકવવાપાત્ર થતા મહત્તમ વિમા ચાર્જીસ (સમ ઈન્શ્યોર્ડના ટકા %
ખરીફ બધાં ધાન્ય અને તેલીબિયાં પાકો (બધાં ધાન્ય, તૃણ ધાન્ય, કઠોળ અને તેલીબિયાં પાકો) સમ ઈન્શ્યોર્ડના 2% અથવા ખરેખર દર (એક્યુરિયલ દર), જે ઓછું હોય તે
રબિ બધાં ધાન્ય અને તેલીબિયાં પાકો (બધાં ધાન્ય, તૃણ ધાન્ય, કઠોળ અને તેલીબિયાં પાકો) સમ ઈન્શ્યોર્ડના 1.5% અથવા ખરેખર દર (એક્યુરિયલ દર), જે ઓછું હોય તે
ખરીફ અને રબિ વાર્ષિક વાણિજ્યિક / વાર્ષિક બાગાયતી પાકો સમ ઈન્શ્યોર્ડ અથવા ખરેખર દર (એક્યુરિયલ દર)ના 5.0%, જે ઓછું હોય તે
દ્વિવાર્ષિક બાગાયતી / વ્યાવસાયિક પાક (પાઈલટ ધોરણે) સમ ઈન્શ્યોર્ડ અથવા ખરખર દર (એક્યુરિયલ દર)ના 5.0%, જે ઓછું હોય તે

*નોંધઃ યોજના હેઠળ નોંધણી કરાયેલા બધા ખેડૂતો વાસ્તવિક પ્રીમિયમ પર સ્વીકાર્ય સબસિડી માટે હકદાર રહેશે.

સબસિડી- યોજના હેઠળ નોંધાયેલા બધા ખેડૂતો વાસ્તવિક પ્રીમિયમ પર સ્વીકાર્ય સબસિડી માટે હકદાર રહેશે.